“Book Descriptions: મૃત્યુંજય પુરાણોમાં જેને નિષેધ ગણવામાં આવ્યો છે, એવા મહાશક્તિશાળી કાળયજ્ઞનો પ્રારંભ થઈ ચૂક્યો છે. અથર્વવેદની વર્જિત ઋચાઓના ઉચ્ચારણ અને લોહિયાળ આહુતિથી પ્રસન્ન થયેલી અનિષ્ટની અધિષ્ઠાત્રી દેવી-અનિષ્ટાત્રી – પ્રચંડ જ્વાળા સ્વરૂપે યજ્ઞવેદીમાંથી પ્રગટ થાય છે... તેણે આપેલા વરદાનમાં સૃષ્ટિના અસ્તિત્વને યુગાયુગાંતર સુધી જોખમમાં મૂકી શકે એટલી અસીમ ઊર્જા સમાયેલી છે! ઇસબનીસન 470, આરબ ભૂમિ સિદ્ધપુરૂષ મહામહોપાધ્યાય મત્સ્યેન્દ્રનાથ આત્માજાગરણ મંત્રનો ઉપયોગ કરીને અષ્ટાંગી સેનાની કુંડલિની જાગૃત કરવા જઇ રહ્યા છે. એમનો સામનો સાત એવા શૈતાની આત્મા સાથે થવાનો છે, જેમનું ઉત્તરદાયિત્વ કળિયુગના સૌથી મહાન રહસ્યની રક્ષા કરવાનું છે! ઇસવીસન 1026, સોનનાથ હિન્દુસ્તાનના પ્રથમ પૂજનીય જ્યોતિર્લિંગ ભગવાન સોમનાથના ભવ્ય મંદિર પર મહેમૂદ ગઝનવી ચઢાઈ કરવા આવ્યો છે. શું ખરેખર એ લૂંટારાનો હેતુ સોમનાથની સમૃદ્ધિ લૂંટવાનો હતો? કે પછી હિન્દુ ધર્મના સદીઓ જૂના પૌરાણિક વારસાની તલાશ... જેનો કોયડો કાળની ગર્તામાં દફન છે? વર્તમાન દિવસ, રાજકોટ ભારતના જાણીતાં આર્કિયોલૉજિસ્ટ સુધીર આર્યનું કાળી ચૌદશની અંધારી રાતે ભેદી મૃત્યુ નીપજે છે. એમના અગ્નિસંસ્કાર માટે મુંબઇથી રાજકોટ આવી પહોંચેલા, મલ્ટિનેશનલ કંપનીના ફાઉન્ડર – બિઝનેસ ટાઇકૂન અને એમના વારસદાર વિવાન આર્ય સાથે એક પછી એક એવી ઘટનાઓ બનતી જાય છે, જે તેને લાખો વર્ષથી ચાલી રહેલા સમયના વિષચક્રમાં ઊંડો ઉતરવા માટે મજબૂર કરી દે છે! એ કઈ દિવ્ય કડી છે... જે આર્યવર્ત, આરબ ભૂમિ અને સોમનાથને એકબીજા સાથે સાંકળે છે? શું છે એ ખૌફનાક ભવિષ્યવાણી, જે કળિયુગના વહેણને બદલવાની ક્ષમતા ધરાવે છે?” DRIVE